Corona Virus: ચીનથી ભારત આવેલા તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ- ડો.હર્ષવર્ધન

કોરોના વાઈરસને લઈને સરકારે નિવેદન બહાર પાડ્યું છે. રાજ્યસભામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને કહ્યું કે અત્યાર સુધી ભારતમાં કોરોના વાઈરસના કુલ 29 કેસ સામે આવ્યાં છે. તેમણે કહ્યું કે ચીનથી ભારત લાવવામાં આવેલા તમામ લોકોના તપાસ રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. તેમણે કહ્યું કે દેશભરમાં આઈસોલેશન વોર્ડ બનાવવામાં આવી રહ્યાં છે. 

Corona Virus: ચીનથી ભારત આવેલા તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ- ડો.હર્ષવર્ધન

નવી દિલ્હી: કોરોના વાઈરસને લઈને સરકારે નિવેદન બહાર પાડ્યું છે. રાજ્યસભામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને કહ્યું કે અત્યાર સુધી ભારતમાં કોરોના વાઈરસના કુલ 29 કેસ સામે આવ્યાં છે. તેમણે કહ્યું કે ચીનથી ભારત લાવવામાં આવેલા તમામ લોકોના તપાસ રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. તેમણે કહ્યું કે દેશભરમાં આઈસોલેશન વોર્ડ બનાવવામાં આવી રહ્યાં છે. 

ડો. હર્ષવર્ધને રાજ્યસભામાં કહ્યું કે અમે માર્ગદર્શન માટે WHOના સંપર્કમાં છીએ. ઈરાનમાં ફસાયેલા ભારતીયોને કાઢવા માટે ભારત સરકાર ઈરાનની સરકારના સંપર્કમાં છે. તેમણે જણાવ્યું કે 4 માર્ચ સુધીમાં કુલ 28529 લોકોને સામુદાયિક નિગરાણીમાં લાવવામાં આવ્યાં અને હાલ તેમની નિગરાણી થઈ રહી છે. હું રોજેરોજ સ્થિતિની સમીક્ષા કરી રહ્યો છું. મંત્રીઓનો એક સમૂહ પણ સ્થિતિની નિગરાણી કરી રહ્યો છે. 

ડો. હર્ષવર્ધને કહ્યું કે દેશમાં 18 જાન્યુઆરીથી સ્ક્રિનિંગ થઈ રહ્યું છે. ચીન, જાપાન, હોંગકોંગ, નેપાળ, વિયેતનામ, સિંગાપુર, થાઈલેન્ડ વગેરે દેશોમાંથી આવતા મુસાફરોનું સ્ક્રિનિંગ તો પહેલેથી થતું હતું પરંતુ હવે વિદેશથી આવતા તમામના સ્ક્રિનિંગ થઈ રહ્યા છે. N95 માસ્ક અને અન્ય ઉપકરણોના એક્સપોર્ટને નિયંત્રિત કરાયું છે. તપાસ માટે 15 લેબ બનાવવામાં આવી છે. 19 હજુ વધુ તૈયાર થઈ રહી છે. એક કોલ સેન્ટર પણ તે માટે  બનાવવામાં આવ્યું છે.

જુઓ LIVE TV

તેમણે વધુમાં કહ્યું કે ચીનના વુહાનથી આવેલા ભારતીયોને બચાવી લેવાયા છે. ત્યાંથી આવેલા લોકોના ટેસ્ટ નેગેટિવ આવ્યાં છે. ચીન, જાપાન, ઈટાલી જનારા લોકોના વિઝા રદ કરી દેવાયા છે. જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી ચીન અને ઈટાલી ન જાઓ. રાજ્યોની મદદ માટે મંત્રાલયે ગાઈડલાઈન બહાર પાડી છે. 

સ્વાસ્થ્ય મંત્રીએ વધુમાં કહ્યું કે દેશમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 29 કેસ સામે આવ્યાં છે. કેરળમાં 3 દર્દીઓ ઠીક થયા છે. દિલ્હીમાંથી એક દર્દી પોઝિટિવ મળ્યો જે ઈટાલીથી આવ્યો હતો. ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ કોરોના વાઈરસના કેસો પર નજર રાખી રહ્યું છે. વડાપ્રધાન કાર્યાલય પણ નજર રાખી રહ્યું છે. તેમણે કહ્યું કે 4 માર્ચ સુધીમાં 6,11,176 મુસાફરોની અલગ અલગ જગ્યાઓ પર સ્ક્રિનિંગ થઈ ચૂક્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news